Updated:
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા – ૨૦૨૫
*પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે નિયત ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી 26 ઓગષ્ટ,મંગળવાર સુધીમાં જમાં કરાવવાનું રહેશે*
ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે જીલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫(પાંચ) આશ્વાસન ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
(૧) ગણેશ પંડાલનાં મંડપ શણગાર (૨) સામાજિક સંદેશ (૩) ગણેશ પ્રતિમાની પસંદગી( ઇકો ફ્રેન્ડલી) (૪) ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ (૫) સ્વદેશી (૬) પંડાલ સ્થળની પસંદગી( ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ નાં થાય ) (૭) સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી (૮)ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી જીલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરને મોકલવામાં આવશે.
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ (ત્રણ) વિજેતા તેમજ અન્ય ૫ (પાંચ)ને પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવશે.
પસંદગી પામેલ ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦/-( પાંચ લાખ પુરા) દ્રિતીય ક્રમે વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦/- ( ત્રણ લાખ પુરા) તૃતીય ક્રમે વિજેતાને રૂ. ૧,૫૦,૦૦૦/- ( એક લાખ પચાસ હજાર પુરા) રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧,૦૦,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.૧, ત્રીજો માળ, બહુમાળી ભવન, મહેસાણા ખાતેથી મેળવી તા.૨૬/૦૮/૨૦૨૫ સાંજે ૦૫:૦૦ કલાક સુધી માં પરત કરવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહિ.
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મહેસાણા ખાતે જેટલા ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેઓના શ્રી ગણેશ પંડાલની ચકાસણી કરી, તેમાંથી એક શ્રી ગણેશ પંડાલની પસંદગી કરી,જિલ્લાની સ્થાનિક મુલ્યાંકન સમિતિ દ્વારા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે.
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પંડાલની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફ્સ ક્લિક કરી પેન ડ્રાઈવમાં તા.૨૮-૦૮-૨૦૨૫ સુધીમાં ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.૧, ત્રીજો માળ, બહુમાળી ભવન, મહેસાણા મોકલી આપવાના રહેશે તેમ મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.