અપડેટ:
સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ, મહેસાણા ખાતે તા. ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી રાજ્ય કક્ષાની ITI સ્ટાફ ક્રિકેટ ટૂર્નામેન્ટ ૨૦૨૬ યોજાશે
આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની વિવિધ સરકારી ITI ના કર્મચારીઓ અને અધિકારીશ્રીઓની ૨૭ ટીમો ભાગ લેશે![]()
મહેસાણા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે તાલીમ અને રોજગાર ખાતુ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), મહેસાણા તેમજ સ્ટેટ લેવલ ક્રિકેટ કમીટી દ્વારા આ વર્ષે "રાજ્ય કક્ષાની ITI સ્ટાફ ક્રિકેટ ટૂર્નામેન્ટ-૨૦૨૬" નું આયોજન તા. ૧૨ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ, મહેસાણા ખાતે
કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની વિવિધ સરકારી ITI ના કર્મચારીઓ અને અધિકારીશ્રીઓની ટીમો ભાગ લેશે. જેમાં ૨૦ પુરૂષ ટીમો અને ૭ મહિલા ટીમો મળી કુલ ૨૭ ટીમો ભાગ લેશે.
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમ ક્ષેત્રે જોડાયેલા સ્ટાફમાં ખેલદિલીની ભાવના વધે અને આંતર-સંસ્થાકીય સંબંધો મજબૂત બને તેવો છે.