અપડેટ:
મહેસાણા જિલ્લામાં નેશનલ લોક અદાલત આગામી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ યોજાશે
*મહેસાણા જિલ્લામાં "નેશનલ લોક અદાલત" આગામી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ યોજાશે*
*****૦૦૦*****
*મહેસાણા જિલ્લા અદાલત તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં તા. ૧૩/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી 'નેશનલ લોક અદાલત' યોજાશે*
**
*મહેસાણા, ૧૨ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવાર*
મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી આઈ.કે. જાંગડ ની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી, તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર, જિલ્લા અદાલત, રાજમહેલ, મહેસાણામાં તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં તારીખ:- ૧૩/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી 'નેશનલ લોક અદાલત' નું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો,મોટર એકસીડન્ટ ક્લેઈમ પીટીશન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ચેક રીર્ટનના કેસો, ભરણપોષણના કેસો, ફેમીલી કેસો, જમીન વળતરના કેસો, મજૂર કાયદાને લગતા કેસો, મહેસુલી તકરારના કેસો, વીજ તથા પાણી બીલ (ચોરી સિવાયના) કેસો, ભાડાના, બેન્ક વસુલાત, સુખાધીકાર હકક, મનાઈ હુકમ, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસો મુકી શકાશે.
જેની જાહેર જનતાને તથા તમામ પક્ષકારોને જાણ કરવામાં આવે છે. વધુમાં જે સંબંધકર્તા ઈસમો પોતાના પેન્ડીંગ કેસો લોક અદાલતમાં મુકવા ઈચ્છુક હોય તો તેઓએ સબંધીત કોર્ટનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહેસાણા અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો તા.૦૯/૦૯/૨૦૨૫ સુધી કે તે પહેલા સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
વધુમાં જણાવવામાં આવે છે કે, કાનૂની સેવા સત્તા મંડળ, અધિનિયમના નિયમ-૨૧ હેઠળ લોક અદાલતમાં કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રિફંડ કરી શકાશે જેની ખાસ નોંધ લઈ સંબંધકર્તા તમામ પક્ષકારોને તેઓના કેસો લોક અદાલતમાં મુકવા અને સુખદ નિરાકરણ લાવવા આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે.