Updated:
મહેસાણા જિલ્લાના સુંઢિયા તાલીમ સેન્ટર ખાતે રાજ્યકક્ષા હોમગાર્ડ કંપની કમાન્ડર રેન્ક ટેસ્ટ યોજાયો
રેન્ક ટેસ્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે પાસ જાહેર થતા મહેસાણા હોમગાર્ડ કચેરીના બે અધિકારી
મહેસાણા જિલ્લા હોમગાર્ડઝ કચેરીના તાબાની મહેસાણા યુનિટ કચેરીના પી.બી પ્રજાપતિ તેમજ વડનગર યુનિટના હર્ષદભાઇ પરમારે તાજેતરમાં સુંઢિયા તાલીમ સેન્ટર ખાતે રાજ્યકક્ષા હોમગાર્ડ કંપની કમાન્ડર રેન્ક ટેસ્ટ યોજાયો હતો, જેમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે રેન્ક ટેસ્ટમાં કંપની કમાન્ડરની રેન્કમાં પાસ જાહેર થયા છે અને મહેસાણા જિલ્લા હોમગાર્ડ દળનું નામ રોશન કર્યું છે.
જે અન્વયે ગતરોજ તા: ૧૭ જુલાઈ ૨૦૨૫ ના રોજ મહેસાણા જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટશ્રીના વરદ હસ્તે બન્ને અધિકારીશ્રીઓને રેન્ક ધારણ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કચેરીના હેડ કલાર્ક શ્રીમતિ આર.આઇ. મુનીયા, સીનીયર કલાર્ક વી.સી. ચૌહાણ, મહેસાણા યુનિટના ઓફીસર ઇન્ચાર્જ ડી.વી. પરમાર તેમજ વિજાપુર યુનિટના ઓફીસર ઇન્ચાર્જ શઆર.એન.મકવાણા તેમજ મહેસાણા અને વડનગર યુનિટના એન. સી.ઓઝ તેમજ હોમગાર્ડ સભ્યોએ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી.