અપડેટ:
અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ખિતાબ જીત્યો છે. આ જીતમાં મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના યુવા ક્રિકેટર કાવ્ય પટેલે મહત્વનું યોગદાન આપ્યું હતું. કાવ્યે શાનદાર બોલિંગ કરીને ચાર વિકેટ ઝડપી હતી. તેની આ સિદ્ધિથી પાંચોટ ગામ સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.
મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના યુવા ક્રિકેટર કાવ્ય પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરિચય આપીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ભવ્ય જીત મેળવી હતી. આ મહત્વપૂર્ણ જીતમાં કાવ્ય પટેલે શાનદાર બોલિંગ કરીને ચાર વિકેટ ઝડપી હતી.
ભારતની જીતમાં કાવ્યના યોગદાનના સમાચાર મળતાં જ તેના પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. પરિવારજનોએ કાવ્યની મહેનત અને સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
કાવ્યના કાકા, કાકી અને કુટુંબી ભાઈએ તેના બાળપણની યાદો વાગોળતાં જણાવ્યું હતું કે કાવ્યને નાનપણથી જ ક્રિકેટમાં ખૂબ રસ હતો. સમય મળે ત્યારે તે ક્રિકેટ રમવા પહોંચી જતો હતો. ગલી ક્રિકેટથી શરૂ થયેલી તેની સફર આજે ઓમાનના સ્ટેડિયમ સુધી પહોંચી છે.
કાવ્યની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ પાંચોટ ગામ અને મહેસાણા જિલ્લા માટે પણ ગૌરવની ક્ષણ બની છે. યુવા ખેલાડીઓ માટે કાવ્યની સફર પ્રેરણારૂપ બની રહેશે.